અમદાવાદ-

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં લાઈટ ઓઈલ આપવાનાં નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સોની ધરપકડ કરાઈ છે. નફો કમાવવા માટે સનફ્લાવર લાઈટ તેલનાં નકલી સ્ટીકર બનાવીને તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલના બદલે નકલી તેલ આપી છેતરપીંડી કરતો વેપારી ઝડપાયો છે. નારણપુરા પોલીસે વિક્રમ ચૌધરી, મહેશ પટેલ, શૈલેષ મોદી અને અજીત પટેલ નામનાં શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ પૈસા કમાવવાની લાલચમાં લોકો સાથે ઠગાઈ કરી છે.લોકોની તંદુરસ્તીમાં વધારો કરતા સનફલાવર તેલનાં અંદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફલાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલનાં બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવી સનફલાવર તેલનાં ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ આચરતા હતા.નારણપુરા પોલીસે 45 હજારથી વધુની કિંમતનાં 16 તેલનાં ડબ્બા ઝડપી 4 શખ્સોની ધરપકડ કરી છે.