અમદાવાદ-

કોરોના વાઇરસનું સંક્રમણ વધતા અમદાવાદમાં ફરીથી 2 દિવસનું મીની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેને પગલે અમદાવાદીઓ જાણે 2 મહિનાનું લોકડાઉન હોય તેમ ખરીદી કરવા નીકળી પડ્યા છે. જેને કારણે ફરીથી કોરોના વિસ્ફોટ થઈ શકે તેવી શકયતા છે. આ અગાઉ માર્ચ મહિનામાં જે લોકડાઉન આપવામાં આવ્યું હતું. તેમ અગાઉ કોઈ મુદ્દત આપવામાં આવી નહોતી. જેને પગલે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે મુશ્કેલી સર્જાઈ હતી, ત્યારે ફરીથી 2 દિવસનું લોકડાઉન આવતા લોકોના મનમાં લાબું લોકડાઉન આવવાની શંકા છે. જેને પગલે ખરીદી કરવા ભીડ ઉમટી છે.

અમદાવાદમાં હાલ કેસ સતત વધી રહ્યા છે, લોકોની ભીડ જે પ્રકારે માર્કેટમાં જોવા મળી રહી છે તેને લઈને એમ લાગી રહ્યું છે કે, અમદાવાદમાં ફરીથી કોરોનાનો વિસ્ફોટ થશે. બજારમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકીને લોકો શાકભાજી અને કરિયાણું ખરીદવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે.કાલુપુરમાં લાંબો ટ્રાફિક જામશહેરમાં શાકભાજી અને કરિયાણાંનું સૌથી મોટી માર્કેટ કાલુપુરમાં આવેલી છે. જ્યાં લોકો એક સાથે મોટી સંખ્યામાં આવતા દૂર દૂર સુધીનો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. લોકો આડેધડ વાહન પાર્ક કરીને ખરીદી કરવા પહોંચ્યા છે, ત્યારે પોલીસ કે કોર્પોરેશન જાણે નિંદ્રામાં હોય તેમ કોઈ અધિકારી કે કર્મચારી દેખાયું ન હોતું.લોકોએ સાવચેતી જાળવવીઆ પ્રમાણે જ લોકોની ભીડ થતી રહી તો અગાઉ જે પ્રમાણે કોરોનાના કેસ આવતા વધતા હતા. તેના કરતા પણ કેસ વધી શકે છે. તેથી સ્થિતિના બગડે તે માટે તમામ લોકોએ તકેદારી રાખવી જોઈએ.