કાનપુર-

જાે તમને રસ્તા ઉપર જીન્સ-ટીશર્ટ અને બ્રાન્ડેડ બૂટ કે ચપ્પલ પહેરીને કોઈ યુવતીઓ જાેવા મળે અને તમારી પાસે ભીખ કે મદદ માંગે તો હોંશિયાર થઈ જજાે. ક્યાંક એવું ન થઈ જાય કે તમારે લેવાના દેવા પડી જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં અનેક રસ્તાઓ ઉપર જાેવા મળી રહી છે. આમ તો કાનપુરીના રસ્તાઓ ઉપર તમને બાળકો અને વૃદ્ધો ભીખ માંગતા જાેવા મળશે. પરંતુ અહીં મહિલાઓની એક એવી ગેંગ સક્રિય થઈ છે જે બ્રાન્ડેડ જીન્સ અને ટીશર્ટ પહેરીને બાળકોને ખોળા લઈને લોકો પાસે પૈસા માંગે છે.

જાે કોઈ પૈસા ન આપે તો આ મહિલા ગેંગ તેને માર મારીને છેડતીનો આરોપ લગાવે છે. કાનપુરના પોલીસ કમિશ્નર અસીમ અરુણે જણાવ્યું કે શહેરની હોટલની પાછળ અનેક દિવસોથી ગુજરાતથી આવેલી આ યુવતીઓ રોકાઈ છે. તેમની સાથે માસુમ બાળકો પણ છે. પોતાની ગેંગ સાથે તે રોજ એક ચાર રસ્તા ઉપર જાય છે. અહીં કારમાં બેઠેલા લોકો પાસે વસૂલી કરે છે. જાે મોંઢે માંગેલી રકમ ન મળે તો મારપીટ કરવા લાગે છે. અને છેતરપિંડીનો પણ આરોપ લગાવે છે. પોલીસ કમિશ્નરે આ ગેંગનો ખુલાસો કરતા મહિલા ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરી છે. જેમની સાથે બે માસૂમ બાળક પણ છે. જે ગેંગમાં સામે છે. જાણવા મળ્યું છે કે તે ગુજરાતના અમદાવાદની રહેનારી છે. પરંતુ તેમની ગેંગ રાજસ્થાનથી લઈને અન્ય પ્રદેશોમાં પણ સક્રિય છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું આ ગેંગની બીજી સભ્યોની તપાસ ચાલું છે. પોલીસ તપસામાં જાણવા મળ્યું છે કે દિવસભર રસ્તાઓ ઉપર ભીંખ માંગીને રાત્રે ઘંટાઘર સ્થિત આલીશાન હોટલમાં રહેતી હતી. આ હોટલમાં એક રૂમ ભાડા ઉપર રાખ્યો હતો. જેનું ૨૦૦૦ ભાડું ચૂકવતી હતી. જાેકે, પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. હોટલ મેનેજરને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે. જાણવા મળ્યું છે કે આ ગેંગ છેલ્લા અનેક મહિનાઓથી કાનપુરમાં સક્રિય છે. અલગ અલગ વિસ્તારોમાં રાહદારીઓ પાસેથી પૈસા માંગે છે. એક સાથે તેમને ઘેરી લે છે. હંમેશા તૈયાર રહેતી હતી જેથી લોકો આકર્ષિત થાય. અને તેમને પૈસા આપે અને જે પૈસા ન આપનાર સામે મારા મારી પણ કરતી હતી.