અમદાવાદ-

રાજયમાં 16મી જાન્યુઆરીએ કોરોના રસીકરણના 48 કલાક બાદ અમદાવાદ શહેરમાં 1100 જેટલા આરોગ્ય કર્મીઓને નાની-મોટી આડઅસર જોવા મળી છે, આ આડઅસરમાં તેમને ઉલટી, અશક્તિ અને દુ:ખાવાની ફરિયાદ હતી.ડોકટર પરિવારમાંથી આવતા અને સોલા હોસ્પિટલના આસીસ્ટન્ટ પ્રોફેસર અને પેથોલેજીમાં ફરજ બજાવતા ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિ'માં કોઈ ખાસ આડ અસર નહોતી થઈ, રવિવારે સાંજે માથુ દુ:ખતું હતું, જે તેની દવા લીધા બાદ સારું થઈ ગયું હતું.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા ડો. ઓમપ્રકાશે કહ્યું હતું કે વેકસીન લીધા બાદ નાની મોટી અસર થાય, આ કોઈ મેજર અસર નથી, આડઅસરની અમને ફરિયાદ મળી હતી, જેને અમે સ્ક્રૂટીનાઈઝ કરી રહ્યા છીએ. બે-ચાર લોકોને મેજર કહી શકાય તેવી ફરિયાદો છે.