અમદાવાદ-

એક દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીના (Gold-Silver price today) ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં (Gold Price today) ભાવમાં વધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે તહેવારોની સિઝનના પગલે દેશણાં સોના-ચાંદીની (Silver Price today) માંગમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ અમેરિકામાં ચૂંટણી પહેલા (US Election) વધારે રાજકોષીય પ્રોત્સાહન ઉપાયોની ઉમ્મીદ અને અમેરિકા-ચીન વચ્ચે તણાવથી આગળ સોનામાં તેજી આવવાનું અનુમાન છે. વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો થતાં સોનું 1950 ડોલર અને ચાંદી પ્રતિ ઔંસ 26.50 ડોલરના સ્તરે રહ્યા હતા.

અમદાવાદ ચાંદીનો ભાવ 

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 21th october 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદી ચોરસા 63,500 અને ચાંદી રૂપું 63,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. અમદાવાદ સોનાનો ભાવ

આ ઉપરાંત આજે અમદાવાદમાં (Gold Price Today, 21th October 2020) આ ઉપરાંત આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,800 રૂપિયાના ભાવે રહ્યું હતું. જોકે, મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.