અમદાવાદ-

ગુજરાતમાં કોરોના કાબુ બહાર જઈ રહ્યો છે, એવા સમયે જ અમદાવાદ ફરી હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ વિભાગમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત બે દિવસમાં 41 કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ સાત પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. પોઝીટીવ આવેલા પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારજનો હાલ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. કોરોના સંક્રમિત પોલીસ કર્મચારીઓ, અધિકારીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તહેવારો દરમિયાન લોકોની બેકાબુ બનેલી ભીડ બાદ કોરોના વકર્યો છે. સામાન્ય જનતા સાથે હવે પોલીસ વિભાગમાં પણ સંક્રમણ વધતા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાલ હોમ ક્વારેન્ટાઈન થઈ ગયા છે. તમામની સ્થિતિ સ્થિર છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળવા જતા વધુને વધુ પોલીસકર્મીઓ કોરાનાની અડફેટે ચડી રહ્યાં છે. લોકોએ કોરોના સંબંધિત નિયમોનું પાલન ના કરતા કોરોનાએ ફરી રાજ્યમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. જેના કારણે લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેતા પોલીસકર્મીઓ પણ કોરોનાથી બચી શક્યા નથી.