અમદાવાદ-

કોરોનાની મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે જેને કારણે સરકાર દ્વારા ઘણા નિયમો બનાવીને કે કડક કરીને નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ પણ થર્ટી ફરસ્ટ નિમિતે દારૂ પાર્ટી કરતા નબીરાઓ અને દારૂ સપ્લાય કરતા બુટલેગરો ઉપર નજર રાખીને બેઠી છે. થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. શહેરના ૩૦ પ્રવેશ પોઈન્ટ પર પોલીસને તૈનાત કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં ૭ ડીસીપી, ૧૪ એસીપી, ૫૦ પીઆઈનો બંદોબસ્ત હશે. પરંતુ કોઈનું પણ બ્રેથ એનેલાઈઝર અને મોઢું સૂંઘવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાત્રે ૯ વાગ્યા પછી કફ્ર્યુનો કડક અમલ કરાશે. ખાનગી સ્થળો પર સરપ્રાઈઝ ચેકિંગ કરવાનો ર્નિણય કર્યો છે. અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની રાત્રીની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત પોલીસ પણ પોતાની પુરતી તૈયારી કરી રહી છે. જાે કે આ વખતે કોરોનાને કારણે શહેરમાં કફ્ર્યું લાદવામાં આવ્યો છે જેના પગલે મોટાભાગના લોકો ઘરે રહીને ઉજવણી કરશે. જેના કારણે પોલીસના કામનું ભારણ ઘટશે.

બીજી તરફ હાલમાં શહેરમાં મોટાભાગના ચાર રસ્તા તથાં જંકશનો પર પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી જવાનોને વધુ એલર્ટ કરવામાં આવશે. ઉપરાંત શહેરની ફરતે આવેલા રસ્તા તથા શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર પોલીસ પોઈન્ટ મુકી શહેર બહારની પાર્ટી કરી અંદર પ્રવેશતા નબીરાઓ તથા અન્ય અસામાજીક તત્વાનો અટકાવવામાં આવશે. આ અંગે ડીસીપી કંટ્રોલ હર્ષદ પટેલે કહ્યું કે હાલની પરિસિથિમાં પોલીસ ફોર્સમાં કોઈ ઉમેરો કરનવામાં આવશે નહીં ફક્ત પોલીસને વધુ એલર્ટ કરવામાં આવશે.