અમદાવાદ-

પોલીસ ગિરફતમાં રહેલ લૂંટારું ગેંગને અંતર ગેંગ નામે ઓળખાય છે. આ ચાર ટોળકી અંતરનો વેપાર કરતા હતા પરંતુ અંતરનો વેપાર પડી ભાગતા લૂંટના રવાડે ચઢી ગયા. અને પછી ટોળકી દ્વારા રીક્ષા ભાડે લઈ ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોને ટાર્ગેટ કરી લૂંટી લેતા હતા. આવી જ રીતે એક અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ છરીને અણીએ લૂંટ ચલાવાઈ હતી. જેમાં કાગડાપીઠ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી.ઝડપાયેલ આરોપી જાવેદહુસેન મોમીન, ઈરફાન મોમીન,શાહબાનઅલી શેખ અને એઝાદ હુસેન શેખની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો એઝાદ શેખ નામનો આરોપી રિક્ષા ડ્રાઇવર બની ને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે બહારગામથી આવતા મુસાફરને ટાર્ગેટ કરી ઓછા ભાડામાં રીક્ષામાં બેસાડી લઈ જાય. ત્યાર બાદ થોડા આગળ લૂંટ ટોળકી દ્વારા અન્ય આરોપી રિક્ષામાં બેસીને મુસાફરો અવવારું જગ્યા લઈ જઈ મુસાફર પાસે રહેલ સોના-ચાંદી ના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. મુસાફરો લૂંટ કરવાનું પ્લાન મુખ્ય આરોપી જાવેદહુસેન મોમીન બનાવતો હતો. જે અગાઉ પણ પેસેન્જર લૂંટ કરતો પકડાઈ ચુક્યો છે.હાલ પકડાયેલ આરોપી પૂછપરછ માં અનેક ગુના ભેદ ઉકેલાઈ શકે છે.