અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 3જી ઓકટોબરના રોજ યોજાવાની છે જેને લઈને ભાજપ દ્વારા બંને વોર્ડ ઇસનપુર અને ચાંદખેડામાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના બંને ઉમેદવાર એ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપ દ્વારા ઇસનપુર વોર્ડમાં સ્વ ગૌતમભાઈ પટેલ ના પુત્ર મૌલિક પટેલ ને ટિકિટ આપી છે જ્યારે ચંખેડમાં થી રીટા બેન પટેલ ને ટિકિટ આપી છે. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ ચાંદખેડામાં દિવ્યાબેન રોહિત અને ઇસનપુરમાં ભાવેશભાઈ દેસાઇ ને ટિકિટ આપી છે. હાલમાં આ બંને વોર્ડમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં 2 વોર્ડમાં પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને આજે ભાજપના ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે. ઇસનપુર ની વાત કરવામાં આવે તો ઇસનપુર વોર્ડમાં ગૌતમભાઈ પટેલનું અવસાન થતાં તે બેઠક ખાલી પડી હતી. ગૌતમભાઈ એ કોરોના સમયે ખૂબ જ સારી કામગીરી કરી હતી જેને લઈને પાર્ટી એ તેમના જ પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી છે જેથી તેમના વોર્ડના કામ સારી રીતે થાય ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં એક મહિલા કોર્પોરેટરે પોતાના અંગત કારણો થી રાજીનામું આપ્યું હતું જેને લઈને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પરથી બીજેપી એ રિતાબેન પટેલને ટિકિટ આપી છે. આગામી 3જી ઓકટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે જેને લઈને આ બંને વોર્ડમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.