અમદાવાદ-

ગાઢ ધૂમ્મસના કારણે રાજ્યમાં અકસ્માતની ઘણી ઘટના બની છે પરંતુ આજે સવારે અમદાવાદના નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા હતા. આ બસ સાણંદમાં ટાયર બનાવતી મેક્સિસ કંપનીની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં સામ સામે જ ટક્કર થતા બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.