અમદાવાદ-

ગુજરાતમાં અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં બોગસ બિલિંગ ના આધારે કરચોરીનું કૌભાંડ આચરવામાં આવતું હોવાથી અધિકારીઓ દ્વારા ગુપ્ત રીતે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં મોરબી ખાતેથી સિરામિક ના વેપારીઓ ટ્રાન્સપોર્ટ ના માધ્યમથી બોગસ બિલિંગ બનાવી કરોડો રૂપિયાની કરચોરી નું કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું. જેથી SGST ના અધિકારીઓ દ્વારા હાઇપર સિરામિક ના નીકળતા ટ્રકોની વાત કરીને કરચોરી નું કરોડો રૂપિયાનું કૌભાંડ છતુ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ કેસમાં મોરબી થી ચાર વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.

તો બીજી તરફ અમદાવાદ શહેરની અંદર પણ કર ચોરીનું કૌભાંડ ચાલતુ હોવાની વિગતો બહાર આવતા SGST વિભાગના અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી. અને પાન મસાલા નું હોલસેલ વેચાણ કરતા વેપારી દ્વારા કરોડો રૂપિયાનું કર ચોરીનું કૌભાંડ બોગસ બિલિંગ ના આધારે ચલાવવામાં આવતું હોવાનું પકડી પાડવામાં આવ્યું છે.

આમ ફરી એકવાર SGST ના અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. અને બોગસ બિલિંગ દ્વારા કરચોરીનું કૌભાંડ ચલાવતા વેપારીઓને ઝડપી પાડયા છે. પકડાયેલા પાછી વેપારીઓ ધોળા કરવામાં આવેલી કરી ચોરીના કૌભાંડનો આંકડો કરોડો રૂપિયામાં બહાર આવ્યો છે. સીરામીક અને પાનમસાલાના યુનિટમાં રેડ કરી SGST વિભાગ દ્વારા પાંચ વેપારીઓની ધરપકડ દરમ્યાન કુલ 22.49 કરોડની કરચોરી પકડાઈ છે. અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસો તખ્તો હાથ ધરવામાં આવ્યો છે.