અમદાવાદ-

અમદાવાદના વાહનો અને દુકાનોથી ધમધમતા એસજી હાઇવે પર લોકોના ટોળાં મધરાત સુધી બેસી રહેતા હતા તે જગ્યાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સીલ કરી દીધી છે. કોરોના સંક્રમણના કેસો ફરી એકવાર અમદાવાદમાં વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય અધિકારીઓએ પોલીસને સાથે રાખીને છાપેમારી શરૂ કરી છે.

અમદાવાદમાં ચાની દુકાનો અને સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે. એક જ રાતમાં છ સ્ટોલ અને કાફે સીલ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતાં આ સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસજી રોડ પરના શુંભુ કોફીબાર, ડોન કા અડ્ડા, એન્જિનિયર ઇન કિચન, રતલામ કેફે સહિત 6 સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે.