અમદાવાદ-

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દિવાળી પર્વમાં અનેક જગ્યાઓ પર આતંકી હુમલો થવાની શક્યતાઓ રહેલી છે. જેના પગલે પોલીસ સક્રિય થઈ છે અને વિવિધ સ્થળે ચેકિંગ અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન આતંકી હુમલો થવાની શક્યતા IB દ્વારા કરવામાં આવી છે. IBએ એલર્ટ આપતા પોલીસ દ્વારા સક્રિયતા દાખવી અલગ અલગ સ્થળો પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હોટલ, ધાબા, ભીડભાડ વાડી જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની પણ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એલર્ટના પગલે જાહેર સ્થળો જેવા કે, મંદિર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિત અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે CCTVની મદદથી પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળી પર્વમાં અનેક જગ્યાઓ પર આતંકી હુમલો થવાની ભીતિ રહેલી છે. જેના પગલે પોલીસ સક્રિય થઈ છે. આ ઉપરાંત વિવિધ જગ્યાઓ પર સઘન ચેકિંગ સાથે પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.