અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા કેટલાક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં ફરી આંશિક લોક ડાઉન શરુ કરી દેવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ચાલુ રહેશે. જેવી કે દવાની દુકાન, દુધની દુકાન બપોર સુધી ખુલ્લી રાખી શકાશે, તે સિવાયના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા બોપલ વિસ્તારમાં પાનના ગલ્લા અને ચા ની કીટલીઓ ઉપર ચેકિંગ હાથ ધરતા લોકો માસ્ક વગર અવરજવર કરતા માલુમ પડ્યા હતા અને ચા ની કીટલી ઉપર પણ ભીડ જોવા મળી હતી તેમાં પણ કેટલાક વ્યક્તિઓએ માસ્ક પહેર્યા નહોતા માટે બોપલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ એકદમ વધી ગયું હતું. જેના માટે મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા કડક હાથે કાર્યવાહી કરતા 8 પાનના ગલ્લાઓ અને ચા ની કીટલીઓને સીલ કરી દેવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ ચલાવીને કેટલાય વેપારીઓને દંડિત કરવામાં આવ્યા છે. જેના કારણે બોપલ પાનપાર્લર એસોસીએશન દ્વારા ફરજીયાત પાને પાનના ગલ્લાઓ બંધ કરવા પડ્યા હતા.