અમદાવાદ-

રાજ્યમાં કોરોના દરમિયાન અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની હતી જેમાં બિલ્ડરો અને અધિકારીઓની બેદરકારીના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા રાજ્યમાં આ આગના બનાવો મોટા ભાગે કોવિડ હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં બન્યા હતા . આ તમામ બનાવ બાદ હાઇકોર્ટમાં ફાયર સેંફટી મુદ્દે પિટિશન કરવામાં આવી હતી જેને લઈને હાઇકોર્ટએ ફાયર સેંફટી મુદ્દે અનેક સવાલો ગુજરાત સરકાર ને પૂછયા હતા અને આદેશો આપ્યા હતા.

જેમાં NOC ન હોય તેવા હોસ્પિટલ અને સ્કૂલો પર તાકીદે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો જેમાં અમદાવાદ, વડોદરા અને ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલમાં ફાયર NOC નથી તેવું બહાર આવ્યું હતું ત્યારે કોઈ હોસ્પિટલ જોડે BU પરમિશન નથી તેવું પણ સામે આવ્યું હતું ફાયર સેંફટી અને એન ઓ સી ની બેદરકારી ના કારણે નિર્દોષ લોકો એ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. હાઇકોર્ટમાં ફાયર NOC અને BU પરમિશન અંગે થયેલી અરજીની સુનવણીમાં હાઇકોર્ટએ સ્પષ્ટ આદેશ કર્યા છે કે શાળા, હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડીંગ જોડે ફાયર NOC ન હોય અને BU પરમિશન ન હોય તો તેને તાત્કાલિક સીલ કરો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

અમદાવાદ મેડિકલ એસો.એ અમદાવાદમા 44 હોસ્પિટલને BU પરમિશનની મુદત મા રાહત આપવામાં આવે તેવી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટેએ આ અરજી ફગાવી દીધી હતી કોર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજે સારવાર માટે ખસેડવા માટે કોર્પોરેશનના આદેશ 2 વિકનો સ્ટે આપ્યો છે જોકે કોર્ટએ પણ નોંધ્યું છે કે આ 2 વિકના સમસગાળા દરમિયાન તમામ 44 હોસ્પિટલે BU પરમિશન મેળવી પડશે નહિ તો કોર્પોરેશન તેની સામે કાર્યવાહી કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ચાલતી મિલકતો સામે તવાઈ બોલાવી હતી અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી . શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ, 12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે.