અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા અમદાવાદમાં હાલ સરકાર દ્વારા ફ્રી કોરોના ટેસ્ટિંગ કેમ્પનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં લોકો મફતમાં કોઇ પણ ચાર્જ વગર પોતાનું એન્ટિજન કોરોના ટેસ્ટિંગ કરાવી શકે છે. જો કે ઘણા લોકો કારણ વગર કે દર બે-ત્રણ દિવસે કોરોના ટેસ્ટિંગ કરાવતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેને પગલે ઘણા સ્થળોએ મોંઘી કોરોના ટેસ્ટિંગની કિટ ખુટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

કોઇ પણ અમદાવાદી કોરોના ટેસ્ટ કરાવશે તો તેની આંગળી પર હવે શાહીનુ નિશાન કરવામા આવશે. આ નિશાન પંદર દિવસ સુધી ભુસાસે નહી. વગર કારણે કોરોના ટેસ્ટ કરાવતા લોકો તેમજ એક ડોમ પર ટેસ્ટ કરાવી બીજા ડોમ પર ફરી ટેસ્ટ કરાવવાના કીસ્સા સામે આવતા ટચલી આંગળી પર શાહી લગાવાનુ શરુ કરવામા આવ્યુ છે. 

કોર્પોરેશન દ્વારા કરાતા રેપિડ ટેસ્ટ પર કેટલાક લોકો ભરોશો કરતા નથી. તેની વિશ્વસનીયતાને લઇને શંકા જતા કેટલાક લોકો બીજા ડોમ પર ટેસ્ટ કરાવતા હતા. આને કારણે કીટનો બિનજરૂરી ઉપયોગ થતો હતો. બે દિવસ પહેલા વેપારીઓના ટેસ્ટીંગ માટે કેટલીકિ જગ્યાએ કીટ ખુટી ગઇ હતી. આ બાબતને ટાળવા તંત્રએ શાહીનુ નિશાન કરવાનુ શરુ કર્યુ છે.