અમદાવાદ-

દેશભરમાં હાહાકાર મચાવનારા ઉત્તરપ્રદેશના હાથરસકાંડના આરોપીઓને ગુજરાત લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આરોપી સંદિપ, રવિ, લવકુશ અને રામૂને ગાંધીનગર લવાયા છે. આ તમામ આરોપીઓનો ગાંધીનગરમાં પોલીગ્રાફ અને બ્રેઇનમેપિંગ ટેસ્ટ કરવામાં આવશે. CBI ચારેય આરોપીઓને ઉત્તરપ્રદેશથી ગુજરાત લાવી છે અને આરોપીઓનો અહિંયા ટેસ્ટ કરવામાં આવશે. જોકે હાલ ચારેય આરોપીઓને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે.

કોર્ટની મંજૂરી મળ્યા બાદ CBIની ટીમ શનિવાર મોડી સાંજે તમામને લઇને રવાના થઇ હતી. આજે તમામ ગુજરાત પહોંચી ચૂક્યા છે. કોર્ટે પોતાના આદેશમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, CBI હાલ આ કેસની તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. હાથરસના ચંદપા બિટિયા પ્રકરણમાં CBI અલીગઢ જેલમાં બંધ ચારેય આરોપીઓને હાથરસ પોલીસ ગાંધીનગર લાવી છે. જ્યાં ચારેય આરોપીઓના નાર્કો સિવાય પૉલીગ્રાફી અને બ્રેમ મેપિંગ ટેસ્ટ થશે.