અમદાવાદ-

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે અમદાવાદની કિડની હોસ્પિટલની મુલાકાત કરી હતી. અમદાવાદમાં ગઈકાલે આવેલી કોરોના વેક્સીન વિશે નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે.

હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ એ આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત પણ કોરોનાની વેક્સીન શોધવાની ભૂમિકામાં સામેલ છે. કોરાના સિવાયના દર્દીઓ માટે પણ સરકાર ચિંતિત છે અને તમામની સારવાર ચાલી રહી છે. સરકારી હોસ્પિટલમાં ૮૦ હજાર દર્દીઓની ઓપીડી ચાલુ છે.ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાઈરસ બીમારી-વિરોધી વેક્સિન ક્યારે આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આજે અમદાવાદની કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલ, જે આરોગ્યપ્રધાનનો હોદ્દો પણ ધરાવે છે, તેમણે કોરોનાની વેક્સિનના ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે ભારત બાયોટેક કંપનીની વેક્સિન 'કોવાક્સિન'ની અજમાયશ જુદા-જુદા રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાતમાં એ માટે સોલા સિવિલ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.