અમદાવાદ-

અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDની તપાસ સતત બીજા દિવસે યથાવત જોવા મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ટ્રુ વેલ્યુ ગ્રુપને ત્યાં સતત બીજા દિવસે ઇડીની રેડ જોવા મળી છે. જેમાં બીજા રાજ્યોમાંથી પણ અધિકારીઓને બોલાવામાં આવ્યાં છે. બિલ્ડરના ઓફિસ, રહેઠાણ સહિતના ઠેકાણાં પર ઇડીની રેડ પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ED દ્વારા બિલ્ડરના ભાગીદારને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આમ EDની શહેરના મોટા બિલ્ડરને ત્યાં રેડના પગલે અન્ય બિલ્ડરોમાં ફફડાટ જોવા મળ્યો છે. દરોડા દરમિયાન EDના અધિકારીઓની ફોજ ઉતારવામાં આવી છે. હાલમાં બિલ્ડરને ત્યાં દસ્તાવેજો અને બેનામી સંપતીની તપાસ ચાલુ કરાઇ છે. બીલ્ડર દ્રારા કરાયેલ વ્યવહારોની પણ તપાસ હાથ ધરાઇ છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ત્રણ થી ચાર દિવસ સુધી EDની આ તપાસ ચાલુ રહે તેવી શકયતા જોવા મળી રહી છે. અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના કિસ્સામાં ટ્રુ વેલ્યૂ ગ્રૂપની સંડોવણીની શંકા ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના વ્યવહાર અંગે તપાસ કરવામાં આવી રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ શાહ અને સમીર મહેશ્વરી પ્રમોટર છે. જેઓ કંપનીઓને મોટી લોન અપાવવાનું કામ કરતાં હતા. અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના કિસ્સામાં ટ્રુ વેલ્યુ ગ્રૂપની સંડોવણીની શંકા છે. અમદાવાદના એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, આંબલી-બોપલ અને બોડકદેવ જેવા પૉશ વિસ્તારમાં ટ્રુ વેલ્યુ ગ્રુપની જુદી જુદી સ્કીમ આવેલી છે. આ વિસ્તારોમાં એક એક ફ્લેટ અને ઓફિસ કરોડો રૂપિયા હોય તેવી બિલ્ડિંગો બનાવેલી છે.