અમદાવાદ-

અષાઢી બીજના પાવન અવસરે 144મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. સીએમ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.

રથયાત્રાના રૂટથી પળેપળેની માહિતી મેળવતા રહ્યા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સમગ્ર રથયાત્રા દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ખડેપગે જોવા મળ્યા હતા. જે રથયાત્રાના ઘરે બેઠા દર્શનનો લહાવો મેળવી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. જો કે શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નગરનાનાથ નગરચર્યાએ નીકળ્યા હતા તે વખતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પહેલા રથયાત્રાના રૂટ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થઈ છે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને નિજમંદર પરત ફર્યા છે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની નીકળી તે વખતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પળેપળની માહિતી લેતા નજરે પડ્યા હતા ગૃહમંત્રી પોતે રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હોય તે રૂટ પર અગાઉ પહોંચી જતા અને જાતે જ તે રૂટનું નિરીક્ષણ કરતા હતા.