અમદાવાદ

દિવાળીની ખરીદી માટે જે રીતે લોકો માર્કેટમાં નીકળ્યા હતા, તે જાેતા કોરોના સંક્રમણની શક્યતા વધી હતી. જાેકે, હવે તેનુ પરિણામ હોસ્પિટલોમાં જાેવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમા એકાએક વધારો થયો છે. સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભરાવો થયો છે, સરવાળે દર્દીઓ માટે હવે બેડ ખૂટી રહ્યાં છે. જેમાં અમદાવાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોનાની સારવાર આપતી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાયા છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમા માત્ર ૫ ટકા જ બેડ ખાલી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ માત્ર ૨૧૪ જેટલા જ બેડ ખાલી રહ્યા છે.

એક તરફ તહેવારની ઉજવણી, ખરીદી અને બીજી તરફ ઠંડક વધતા કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ છે. અમદાવાદમાં કુલ ૭૧ કોવિડ હોસ્પિટલમાં ૨૨૫૬ બેડ પર હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદની જુદી જુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૨૨૫૬ જેટલા બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલ પણ કોરોનો દર્દીઓથી ઉભરાઇ છે. અસારવા સિવિલ કેમ્પસની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે. ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં ૭૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

છેલ્લા ૫ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે. કોરોનાની સ્થિતિમાં એસવીપી હોસ્પિટલ બહારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાથે અનેક એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગેલી જાેવા મળી છે. ૧૦૮ના પાયલોટ અને દર્દીઓ પરેશાન દેખાઈ રહ્યાં છે. કલાકથી પણ વધુ સમય બાદ દાખલ ન કરવા તેમજ અન્ય હોસ્પિટલમાં પણ રીફર ન કરાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓનો પણ વધતા કેસોને જાેઈ જાણે અસમંજસમાં મૂકાયા હોય તેવું લાગે છે. માત્ર જાણીતા અને વગદાર લોકોને એસવીપી માં સારવાર માટે દાખલ કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

ભાઈબીજે સિવિલમાં વધુ ૧૧૨ સિરિયસ દર્દી દાખલ

કાળી ચૌદશ, દિવાળી, બેસતા વર્ષ બાદ અમદાવાદની બંને સિવિલ હૉસ્પિટલો માટે ભાઈબીજ પણ ભારે રહી છે. ભાઈબીજે અસારવા સિવિલમાં ૧૧૨ દર્દી ગંભીર હાલતમાં દાખલ થયા છે. અમદાવાદ સિવિલમાં હાલમાં ૬૬૫ દર્દી દાખલ છે. દરમિયાન અમદાવાદ સિવિલ અને કૉવિડ હૉસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડૉ.રજનીશ પટેલે જણાવ્યું છે કે દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો પણ કોરોના સંક્રમિત થયા છે. ડૉ.પટેલના જણાવ્યા મુજબ હાલમાં ૧૦ તબીબો સંક્રમિત થતા તેમની પણ સારવાર કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોરોના કેસ વધતા તંત્રમાં ચિંતા વધી છે. અમદાવાદ પ્રસાશન દ્વારા સનાથલ ચોકડી પાસે રાતોરાત ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે.

સોલા સિવિલમાં નવો ફ્લોર ખોલવાની ફરજ પડી 

દિવાળી, બેસતાં વર્ષ બાદ ભાઇબીજાના દિવસે પણ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવ્યા હતા. ઉભી થયેલી ચિંતાજનક સ્થિતિ બાદ પથારીઓ ભરાઇ જતાં વધુ વોર્ડ ઊભા કરાયા હતા. અમદાવાદની સોલા સિવિલ ખાતે પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે. આજે સવારે હોસ્પિટલના તમામ આઇસીયુ બેટ ભરાઇ ગયા હતા. જ્યારે ભાઇબીજના દિવસે સોલા સિવિલમાં ૮૧ દર્દી દાખલ થયા હતા. જે બાદ ગઇકાલે નવો ફ્લોર ખોલવાની ફરજ પડી હતી. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૭૯ દર્દી દાખલ છે. હવે ૧૨૦ પથારી જ ખાલી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી લઇને અત્યાર સુધી ૩૮ ડોક્ટર્સ સંક્રમિત થયા છે. ડોક્ટર્સ સહિત અન્ય સ્ટાફને પણ કોરોનાને ચેપ લાગ્યો છે. માત્ર સોલા સિવિલમાં જ ડોક્ટર્સ અન્ય સ્ટાફ સહિત ૧૦૦ લોકો સંક્રમિત થયા છે. જેમાં હાલમાં જ ૧૦ ડોક્ટર્સ સંક્રમિત થયા હતા.

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન નહીં મળતા નવા વર્ષે ૨૦ દર્દીએ દમ તોડ્યો

ગાંધીનગર,તા.૧૯

રાજ્યમાં દિવાળીના તહેવારો પહેલા કોરોના વાઇરસ ધીમો પડી ગયો હતો. ૨૪ કલાકમાં ૧૦૦૦ કરતા ઓછા કેસ સરકારી ચોપડે નોંધાતા હતા, પરંતુ દિવાળી બાદ એકાએક કોરોના વાઇરસના આંકડા શેરબજારના સેન્સેક્સની જેમ ઉછળવા લાગ્યા છે, ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.

જેમાં એક જ દિવસમાં ૨૦ જેટલા કોરોના દર્દીઓને પૂરતો ઑક્સિજન ન મળતા તેમણે નવા વર્ષે દુનિયાને અલવિદા કહ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષની મધ્યરાત્રીએ એટલે કે, ૨ કલાકના અરસામાં દર્દીઓને આપવામાં આવતાં ઑક્સિજનનું પ્રમાણ એકાએક ઘટી ગયું હતું.

ઑક્સિજનનો વાલ્વ સમયસર ખોલવામાં આવ્યો ન હતો અને તેના પરિણામે જ એક જ રાતમાં ૨૦ દર્દીઓએ દમ તોડયો હતો. એક અહેવાલ મુજબ તહેવારોના ૩ દિવસ દરમિયાન ૨૫ જેટલા લોકોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો છે.સુપરિન્ટેન્ડન્ટે આપ્યો ઘટનાને રદિયોઆ બાબતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નિયતિબેન લાખાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ બનાવ બનવા પામ્યો નથી. સિવિલ હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો કોટા છે. ઑક્સિજન માપવામાં પણ આવી રહ્યો છે, ત્યારે આ માત્ર એક અફવા છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિટેન્ડન્ટ આ બાબતે પોતાનો ખુલાસો કરી રહ્યા છે. પરંતુ એક જ દિવસમાં ૨૦ લોકોના મોત બાદ જાેનલ ઓફિસર પણ રાઉન્ડ લેતા થઈ ગયા છે. આ પહેલા તેઓ ભાગ્યે જ રાઉન્ડ લેવા માટે જતા હતા, પરંતુ મોટી ઘટના બનવાના કારણે તે પણ સિવિલમાં આંટાફેરા મારતા થઇ ગયા છે.