ભરૂચ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીથી ગુજરાતમાં AIMIMની સત્તાવાર એન્ટ્રી થઈ છે અને BTP સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે ભરૂચમાં BTP અને AIMIMનું સંયુક્ત સંમેલન યોજાવા જઇ રહ્યું છે. આ સંમેલન રવિવારે સવારે 11 કલાકે ભરૂચની મનુબર ચોકડી નજીક યોજાશે. જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા હાજર રહેશે.ભરૂચમાં આવતીકાલે રવિવારે AIMIM અને BTPનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા હાજર રહેશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ કરશે.