અમદાવાદ-

ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓની તારીખો જાહેર થતા રાજકીય પાર્ટીઓ સતર્ક બની ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમી ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આગામી ફેબ્રુઆરીમાં અસદ્દુદીન ઔવેસી ગુજરાત આવશે. જોકે ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ખાતે બીટીપી નેતાને પણ મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આ સાથે AIMIMના અસદુદ્દીન ઓવૈસી ગુજરાત સભાઓ પણ કરશે તેવું રાજકીય સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું થે. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ત્રીજો પક્ષ કેટલો અસરકારાક રહે છે તે હવે આવનારો સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે AIMIM એ ગુજરાતમાં BTP સાથે જોડાણ કર્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો દાવો પણ કર્યો છે.