દિલ્હી-

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને થોડી વારમાં એમ્સમાંથી રજા આપવામાં આવી શકે છે. એઈમ્સ હેલ્થ બુલેટિન અનુસાર, અમિત શાહ સ્વસ્થ છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અમિત શાહને 10 દિવસ પહેલા નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડિરેક્ટર ડો, રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની એક ટીમ તેમની દેખભાળ હેઠળ હતી. તેને હળવો તાવ હતો, જેના પછી તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

14 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અમિત શાહે ખુદ ટ્વિટ કરીને કોરોના નેગેટિવ વિશેની માહિતી આપી હતી. આ પછી તેને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેને ઘરના આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી.