ભુજ-

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે કચ્છના નલિયા અને ભુજ ખાતે એરફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સરહદી સુરક્ષાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફે આ એરફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્ત્વપૂર્ણ એરફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. 

એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી. સંબંધિત બેઝ કમાન્ડર્સે પ્રારંભમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન એર માર્શલે નલિયા અને ભુજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલાં માપદંડોની પણ સમીક્ષા કરી હતી. એરમાર્શલે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા માટે અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહામારીનું વ્યવસ્થાપન માટે આ બેઝ દ્વારા નાગરિક પ્રશાસકોને આપેલા સહકાર બદલ તેમની પ્રશંસા કરી હતી