દિલ્હી-

દેશમાં વિમાની સેવામાં ચેક ઇન બેગેજ વગર પ્રવાસ કરવાનું વધુ સસ્તુ બનશે. વિમાની કંપનીઓ દ્વારા જે નીચા (લાઇટ) વિમાની ભાડા ઓફર થઇ રહ્યા છે તેમાં મુસાફરોની ફકત કેબીન બેગ જ એટલે કે પોતાની સાથે જે સામાન રાખવાની મર્યાદા છે તે સાથે પ્રવાસ કરવામાં ટીકીટના દર ઓછા ઓફર થઇ શકે છે.  અને જો મુસાફર ચેકીંગ સમયે બેગેજ લઇને આવે તો તેમાં રૂા.200 સુધીનો ચાર્જ વધારાનો લઇ શકાશે. જે 15 કિલો સુધીના બેગેજ માટે અમલી બનશે. ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા ચેકઇન લગેજ માટેના જે નિયંત્રણો હતા તે દૂર કરાયા છે અને તેથી એરલાઇન મુસાફરોના આકર્ષણ માટે ચેક-ઇન લગેજ વગર પ્રવાસ કરવા અને ઓછા ભાડાથી ચેક-ઇન લગેજ સાથે રાખવા ઓફર કરી છે. આ વ્યવસ્થા ફકત ડોમેસ્ટીક ફલાઇટમાં જ અમલી બનશે. છેલ્લા એક વર્ષમાં કોરોના સંકટના કારણે વિમાની કંપનીઓ માટે સૌથી મુશ્કેલ સમય આવ્યો હતો અને હવે ધીમે-ધીમે વિમાની પ્રવાસ કોરોના પહેલાના તબક્કે પહોંચવા લાગ્યો છે તે સમયે વિમાની કંપનીઓ આગામી વેકેશન સહિતની મુસાફરોની ભીડનો લાભ ઉઠાવવા માંગે છે અને તેથી ચેકીંગ લગેજમાં નીચા ભાવ ઓફર કરી રહી છે. જેમાં નીચા દરની ટીકીટ ઓફર કરી છે.