અમદાવાદ

આઈશાના આપઘાત કેસમાં આરોપી આરીફને પોલીસે મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. આરોપીના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરાયો હતો. જોકે પોલીસે રિમાન્ડ ન મંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. હાલમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને ફોનને એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકવામાં આવશે.

આઈશાના આપઘાત મામલે આરિફ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ તેને રાજસ્થાનના પાલીમાંથી પકડીને લાવી છે. માસૂમ આઈશાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને રોજેરોજ નવી વાતો જાણવા મળે છે. આરિફના રિમાન્ડ દરમિયાન પોલીસને પહેલાં તે ગોળગોળ ફેરવતો હતો, પણ હવે તે દરેક બાબત કહી રહ્યો છે.

અમદાવાદ પોલીસ આઈશા કેસમાં હાલ આરિફની પૂછપરછ કરી રહી છે. પહેલાં પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. એ અંગે આરિફ કોઈ વાતને સમર્થન આપતો ન હતો. પોલીસને કહેતો હતો કે તેણે તેનો ફોન તેણે ફેંકી દીધો હતો પણ ખરેખર તેણે એ ફોન તેના મિત્રના ઘરે સંતાડ્યો હતો. આ બાબતે પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આ ફોન તેણે મિત્ર પાસે હોવાની કબૂલાત કરી અને પોલીસે ફોન રિકવર કર્યો છે.