દિલ્હી-

ભારત અને રશિયા વચ્ચે Ak 203 રાઈફલની ખરીદી માટે ડીલ થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના મોસ્કો પ્રવાસ દરમિયાન આ ડીલ પર મહોર લાગી ગઈ છે. Ak 203  રાઈફલ Ak-47નું એડવાન્સ્ડ વર્ઝન છે. ભારતીય સેનાને 7 લાખ 70 હજાર  Ak 203 રાઈફલની જરૂરિયાત છે. જેમાંથી એક લાખ  Ak 203 રાઈફલો રશિયાથી આયાત કરાશે.

છેલ્લા 70 વર્ષથી એકે 47 એટલે કે ઓટોમેટિક કલાશ્નિકોવ દુનિયાનું સૌથી જાણીતુ હથિયાર છે. એકે સીરિઝની રાઈફલો ચલાવવામાં સરળ છે અને તેને તૈયાર અને ફાયર કરવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તથા સેંકડો મીટર દૂર સુધી તેની ગોળીઓ ઘાતક હુમલો કરી શકે છે.

kalashnikov રાઈફલનું નિશાન અચૂક હોય છે અને અટક્યા વગર સતત ફાયરિંગ કરવાની કાબેલિયતના કારણે દરેક સૈનિકનું ભરોસાપાત્ર હથિયાર બને છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પણ ભારતીય સુરક્ષાદળોની પહેલી પસંદ એકે ૪૭ રાઈફલ રહી છે. ભારતીય સેનાના એન્ટી ટેરર ફોર્સ રાષ્ટ્રીય રાઈફલ્સના ઝંડામાં પણ એકે 47ને જગ્યા અપાઈ છે.

ભારતીય સેનાઓને વધુ ઘાતક બનાવવા માટે હવે નવા હથિયારોથી લેસ કરવામાં આવી રહી છે. આ માટે 47 રાઈફલોને રિપ્લેસ કરીને વધુ આધુનિક 203 રાઈફલ આપવા પર કામ ચાલુ છે. kalashnikov કંપનીના ટેક્નોલોજી વિશેષજ્ઞ મિખાઈલ જણાવે છે કે આ રાઈફલ પહેલા કરતા વધુ આધુનિક અને નવા જમાના પ્રમાણે બનાવવામાં આવેલી રાઈફલ છે. Ak-47 રાઈફલ પર પહેલાની Ak-47 રાઈફલોની જેમ ભરોસો થઈ શકે છે. ખુબ જ જરૂરી હોય છે કે એક સૈનિક પોતાના હથિયાર પર સંપૂર્ણ ભરોસો કરી શકે.