નવી દિલ્હી,તા.૬

હાથણી સાથે થયેલ અમાનવીય વ્યવહારથી કેરળ હાલ ચર્ચામાં છે. ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના ભગવાનની ભૂમિ કહેવાતા કેરળથી સામે આવી છે. એવા સમાચાર આવ્યા હતા કેરળમાં એક મહિલા સાથે તેના બાળકો સામે જ દુષ્કર્મ ગુજારવામાં આવ્યો. આ હચમચાવે એવી ઘટના અંગે જાણી ટીમ ઈન્ડ્યિના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાનો ગુસ્સો ફોટી નીકળ્યો છે. આકાશ ચોપડાએ ટ્‌વીટર પર ટ્‌વીટ કરી રોષ ઠાલવ્યો છે અને માનવતા સામે સવાલ ઊભા કર્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ કેરળના પાટનગર તિરૂવનંતપુરમમાં પતિએ જ ૨૫ વર્ષની તેની પત્નીને કથિત રીતે બળજબરી દારૂ પીવડાવ્યો અને ત્યાર બાદ તેના ૪ મિત્રો સાથે મળી ગેંગરેપ કર્યો. તે દરમિયાન મહિલાના બાળકો ત્યાં હાજર હતા. રિપોર્ટ પ્રમાણે ગેંગરેપ બાદ નરાધમોએ મહિલાને સિગરેટથી બાળી પણ હતી અને બાળકને માર પણ માર્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ આ ઘટનાને શેર કરતા લખ્યું કે,‘ભગવાનનો પોતાનો દેશ કહેવાતું કરેળ ફરી ખોટા કારણોથી ચર્ચામાં છે. મનુષ્યોમાંથી ઇન્સાનિયત સમાપ્ત થઈ રહી છે.’ આ પહેલા આકાશ ચોપડાએ હાથણીની થયેલ ક્રૂર હત્યાની નિંદા કરતા અને રોષ ઠાલવતા ટ્‌વીટ કર્યું હતું