અક્ષયકુમાર એવો પહેલો કલાકાર છે જે લોકડાઉન બાદ વિદેશમાં પોતાની ફિલ્મ બેલબોટમનું શૂટિંગ કરી શકે છે. દેશમાં ધીમે-ધીમે લોકડાઉન હટી રહ્યું છે પરંતુ ઈન્ટરનેશલ ટ્રાવેલ ઉપર હજુ પણ પ્રતિબધં છે. આવામાં અક્ષયકુમાર અને નિર્માતાઓ આવતાં મહિને જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર અક્ષયની ફિલ્મ બેલબોટમનું લગભગ આખું શૂટિંગ સ્કોટલેન્ડમાં થશે. પ્રોડયુસર વશૂ ભગનાની અને અક્ષયકુમાર આવતાં મહિનાથી ફિલ્મ પર કામ શરૂ કરી દેશે અને તે મોટાભાગે વિદેશમાં જ શૂટ કરવામાં આવશે. એકંદરે આખી ફિલ્મ જ સ્કોટલેન્ડમાં બનશે.

સ્કોટલેન્ડમાં શૂટિંગ કરવાની પરવાનગી મળી છે. જો કે આ માટે નિર્માતાઓએ આકરી ગાઈડલાઈન્સનું પાલન પણ કરવું પડશે. બેલબોટમની વાત કરીએ તો આ કહાની ૮૦ના દશકામાં સ્પાઈ થ્રિલરની વાર્તા છે. તેને રંજીત એમ. તિવારી ડાયરેકટ કરી છે. ફિલ્મ ૨૨ જાન્યુઆરી-૨૦૨૧માં રિલિઝ થશે.