લાકડાઉન દરમિયાન અક્ષય કુમારે વહેલી સવારી સ્ક્રિપ્ટ સેશન લીધું હતું. હવે, ધીમે ધીમે લાકડાઉન ખુલી રહ્યું છે. અક્ષય કુમારે પોતાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ શરૂ કરશે. ન્યૂઝ પેપર મુંબઈ મિરરના મતે, અક્ષય કુમાર જુલાઈમાં લંડનમાં શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને રણજીત તિવારી ડિરેક્ટ કરવાના છે. આ મેગા બજેટ ફિલ્મને નિખીલ અડવાણી તથા વાસુ ભગનાની પ્રોડ્‌યૂસ કરી રહ્યાં છે. થોડાં સમય પહેલાં નિખીલ અડવાણીએ ઝૂમ મીટિંગની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘લાકડાઉનમાં પણ અક્ષય કુમાર માટે કંઈ બદલાતું નથી. સવારે છ વાગે ‘બેલ બોટમ’નું ફાઈનલ નેરેશન.’ નિખીલે ટ્‌વીટમાં રાઈટર તથા ડિરેક્ટર રણજીત તિવારી તથા અસીમ અરોરા અને પ્રોડ્‌યૂસર્સ જેકી ભગનાની તથા વાસુ ભગનાનીને ટૅગ કર્યાં હતાં.૮૦ના દાયકા પર આધારિત જાસૂસી થ્રિલર ‘બેલ બોટમ’ આવતા વર્ષે બીજી એપ્રિલે રિલીઝ થવાની છે. ગયા વર્ષે અક્ષય કુમારે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. અક્ષય કુમારની ઈદ પર ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ થવાની હતી.