દાહોદ તા.૦૩ 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભે દરવાજા ખાતેથી પોલીસે એક ક્રુઝર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૨૦ કુલ કિંમત રૂા.૨૫,૦૮૦ ના પ્રોહી જથ્થા સાથે ક્રુઝર ગાડી મળી કુલ રૂા.૪,૨૫,૦૮૦ ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓની અટકાયત જ્યારે આ વિદેશી દારૂ ભરી આપનારા બીજા બે વ્યક્તિઓ વિરૂધ્ધ પણ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિધીશભાઈ કાપસીંગભાઈ ડામોર (રહે.દુધામલી, ડામોર ફળિયુ,તા.ધાનપુર,જિ.દાહોદ) અને વિનોદભાઈ ગુલીયાભાઈ બામણીયા (રહે.પીપેરો, નિશાળ ફળિયુ,તા.ધાનપુર,જિ.દાહોદ) એમ બંન્ને જણા ગત તા.૦૨ ઓગષ્ટના રોજ પોતાના કબજાની ક્રુઝર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભે દરવાજા ગામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન રસ્તામાં પોલીસની નાકાબંધી દરમ્યાન પોલીસે ગાડી ઉભી રખાવી ગાડીમાં તલાસી હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૨૦ જેની કુલ કિંમત રૂા.૨૫,૦૮૦ તેમજ ક્રુઝર ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૨૫,૦૮૦ ના પ્રોહી જથ્થા સાથે આ વિદેશી દારૂ ભરી આપનાર શનુભાઈ ઘીરસીંગભાઈ મોહનીયા (રહે.દુધામલી) અને બીજા એક ઈસમ એમ કુલ મળી ઉપરોક્ત ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.