દાહોદ, દાહોદ જિલ્લામાં વધી રહેલી વિદેશી દારૂ બીયરની ડિમાન્ડને ધ્યાને રાખી દાહોદ જિલ્લાના બુટલેગરો સક્રિય બન્યા છે અને કોરોના કાળમાં તગડો નફો રળી લેવા માટે બુટલેગરોએ કમર કસી છે. તેવા સમયે મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે દાહોદ એલ.સી.બી પોલીસે લીમડી ઝાલોદ બાયપાસ લિમડી ચાકલિયા રોડ વાડી જગ્યાએ કરેલ નાકાબંધી દરમિયાન રૂપિયા ૧.૪૬ લાખ નિકુલ કિંમતની વિદેશી દારૂની પેટી નંગ ૪૦ સાથે રૂપિયા બે લાખની કિંમતની ટાટા સ્કોર્પિયો ગાડી પકડી પાડી રૂપિયા ૩. ૪૬ લાખના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે. આમ દાહોદ એલ.સી.બી પોલીસને માત્ર એક જ અઠવાડિયામાં ૭.૭૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.  

રાજસ્થાનથી જીજે.૦૬.ડીજી.૨૭૦૭ નંબરની ટાટા સ્કોર્પિયો ફોરવીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લીમડી તરફ આવનાર હોવાની દાહોદ એલ.સીબી પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે દાહોદ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી શાહ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મચારી ઓ ની ટીમે ઝાલોદ રોડ બાયપાસ થી લિમડી ચાકલીયા રોડ વાળી જગ્યા એ પરમ દિવસ તારીખ ૨૩.૧.૨૦૨૧ ના રોજ રાતના સમયે નાકાબંધી કરી પોતાના શિકારની રાહ જાેતી ઉભી હતી તે દરમિયાન એલસીપીએ ઓપરેશન પાર પાડ્યું હતું.