ડભોઇ

ડભોઇ જીયાતલાવડી ગામેથી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોને બાતમી મળી હતી કે છોટાઉદેપુર બાજુથી આવતી વેરમાં કાર ડભોઇ તાલુકાના જીયા તલાવડી ગામે રહેતો કરણસિંહ રામસિંહ સોલંકી ને આપવા આવનાર છે. અને આ વિદેશી દારૂ દિયા તલાવડી થી નાના હરીપુરા ગામની વચ્ચે સરકારી કુવા પાસે દારૂનો જથ્થો ખાલી કરનાર છે. સ્ટાફ ચેકિંગ કરતા હતા તે અરસામાં એક વેરના ગાડી ને પકડી પાડી ગાડીમાં બે ઈસમો બેસેલ હોય જેઓને નીચે ઉતારી જેઓના નામઠામ પૂછતા પારસીંગભાઈ ઉદેલીયા ભાઈ રાઠવા રહે રંગપુર પટેલ ફરીર્યા, જીલ્લો છોટાઉદેપુર બીજાે ઈસમ કરન્સી રામ સિંહ સોલંકી જિયા તલાવડી ઠાકોર ફરીયુ , ડભોઇ નવરા ઝડપી પાડી વેરના ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નો નંગ ૬૦ કિંમત રૂપિયા ૨૮૫૦૦ તથા વેરના ગાડી કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫૫૦૦ મળી કુલ રૂપિયા ૨૩૪૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે.