સુરત, કોરોનાની બીજી લહેર દરમ્યાન સુરત અને તાપી જિલ્લાના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન સુવિધા સાથેના બેડ પૂરા પાડવાની અને ઓક્સિજન ઘટના સમયે પડેલી મુશ્કેલીઓનો અંત લાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ થઇ છે. આ માટે જિલ્લાના નવ તાલુકામાં આવેલી ટ્રસ્ટોની સાત હોસ્પિટલો તેમજ જિલ્લા પંચાયતના ૧૩ સી.એચ.સી. સેન્ટરો ઉપર ઓક્સિજન પ્લાન્ટ નાંખવા માટેના ઓર્ડર આપી દીધા છે.જે મુજબ ચલથાણ અને જીવન રક્ષા હોસ્પિટલમાં બબ્બે પ્લાન્ટ નંખાશે જ્યારે બારડોલીની સરદાર હોસ્પિટલમાં બમણી કેપિસિટીનો પ્લાન્ટ નાખવા માટેના ઓર્ડર અપાયા છે. આ ઉપરાંત ટ્રસ્ટની અન્ય હોસ્પિટલમાં જીવન રક્ષા, સંજીવની, બામણી હોસ્પિટલ, જનક હોસ્પિટલ વ્યારા અને ઉમરાખ હોસ્પિટલનો સમાવેશ થાય છે. ટ્રસ્ટોને દાતાઓને સહકાર મળી રહ્યો છે. જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રો ઉપર ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટ રકમનો ઉપયોગ થઇ રહ્યો છે.એક આયોજન મુજબ તેર આરોગ્ય કેન્દ્રો ઉપર અંદાજે પચાસ બેડ ઓક્સિજનવાળા બનાવાના અંદાજે ૬૫૦થી વધુ બેડ તૈયાર થશે. જ્યારે ટ્રસ્ટોની હોસ્પિટલની કેપેસિટી પણ વધશે. જાે કે હાલની બીજી લહેરમાં સરદાર હોસ્પિટલે કોવિડ દર્દીઓ દાખલ કર્યા ન હતા. જે હવે સુવિધા મળ્યા બાદ દાખલ કરી શકશે.