અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોનાથી ત્રીજી સંભવિત લહેરને લઈ ફરીથી કોરોના વાઈરસના ટેસ્ટ માટે ડોમ શરૂ કરી દેવામાં આવ્યાં છે. ટાગોર હૉલ પાસે ફરી એક વાર ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવાયા છે. ગત જૂન માસમાં કોરોનાના કેસો ઘટતા ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. અમદાવાદના વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરાવતા લોકોની સંખ્યા પણ હાલ વધી રહી હોવાથી મનપા તંત્રએ ડોમ શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી. કોરોનાની ત્રીજી લહેર માટે ટેસ્ટિંગ પર ભાર મૂકવાનો તંત્રનો મુખ્ય હેતુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો ખતરો ઓછો થયો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે. ત્યારે ત્રીજી વેવને લઈને લઈને અમદાવાદ સિવિલમાં વર્ગ ચારના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ૧૫ દિવસ સુધી વર્ગ ૪ના કર્મચારીઓની ટ્રેનિંગ ચાલશે.જેમાં દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ખસેડવા, દર્દીઓનું ધ્યાન કેવી રીતે રાખવું, કોરોના દર્દીઓની આસપાસ સાફ સફાઈ કેવી રીતે રાખવી તેમજ બાયોમેડિકલ વેસ્ટ કેવી રીતે અને ક્યાં કરવો તેને લઈને ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં ૧ હજાર જેટલાં વર્ગ ૪ના કર્મચારીઓને ૧૫ દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં દર્દીને એક જગ્યાથી બીજા સ્થળે કઈ રીતે ખસેડવા, દર્દીઓનું કઈ રીતે ધ્યાન રાખવા, કોરોનાના દર્દીની સાફસફાઈ અને બાયોમેડિકલ વેસ્ટનો કઈ રીતે નાશ કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.