રાજપીપળા : ગુજરાત માટે સરા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટીમાં છેલ્લા ૮ દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે.હાલ ડેમના દરવાજા પર ૧૦ મીટર સુધી પાણી ભરાઈ ગયેલ છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું.૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના ૫ યુનિટ શરૂ કરાયા છે.વીજ મથકો ચાલતા નર્મદા નદીમા ૪૦,૧૩૬ ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે.ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે.હાલની નર્મદા ડેમની જળ સપાટી ૧૩૧.૦૧ મીટર પર પહોંચી છે.નર્મદા ડેમમાં પાણીની આવક ૮૫,૩૯૦ ક્યુસેક થઈ છે.હાલ નર્મદા ડેમના ૧૦ ગેટ ખોલી ૧ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જેથી નર્મદા જિલ્લાના ૩ તાલુકાના ૨૧ ગામોને સહિત વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામો સાવધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટી ૧૩૦.૯૮ મીટરે પહોંચી છે અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે.ઉપરવાસ માંથી ૧ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.હાલ નર્મદા ડેમમાં ૨૨૦૦ એમસીએ લાઈવ પાણીનો જથ્થો છે.અને ગુજરાત માટે કેનાલમાં ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.