કેરળ-

કેરળમાં ઝીંકા વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સ્થિતિનો તાગ મેળવવા માટે નિષ્ણાંતોની એક ટીમને કેરળ મોકલવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલાવેલા સેમ્પલમાંથી ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે, કેરળમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીંકા વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. કોરોના અને મ્યુકોરમાઈકોસિસ બાદ વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે. કેરળમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે, તેની વચ્ચે કેરળમાં ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા કેન્દ્ર સરકારે દ્રારા કેરળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, “ઝીંકા વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે,જેનાથી ઝીંકા વાયરસને અંકુશમાં કરી શકાશે. વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે તાવ આવે તો સગર્ભા સ્ત્રીઓએ જાતે પરીક્ષણ કરાવવું હિતાવહ છે.”