દિલ્હી-

કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સને સફર દરમિયાન મુસાફરોને ભોજન પીરસવા માટે મંજૂરી આપી દીધી છે. ફ્લાઇટમાં ભોજન પીરસવાની મંજૂરી મળતાં જ એરલાઇન્સે હવે તૈયારીઓ શરુ કરી દીધી છે. પરંતુ હવે મેન્યૂ પહેલાથી ઘણું બદલાઈ ગયું છે. હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સમાં મુસાફરોને પ્રી-પેક્ટ સ્નેક્સ, મીલ અને બેવરેજિસ મળી શકશે. ઈન્ડીગો, એયર ઇન્ડિયા, સ્પાઇસ જેટ તમામે ભોજનના મેન્યૂમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવો જાણીએ કઈ એરલાઇન્સના મેન્યૂમાં શું છે.

સરકારી આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સમાં હૉટ મીલ પણ મળી શકશે. આ ઉપરાંત સરકાર તરફથી કોરોના વાયરસને રોકવાની દિશામાં થોડી સખ્તાઈ પણ વર્તવામાં આવી છે. મૂળે, ડાયરેક્ટ્રોરેટ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જાે કોઈ મુસાફર સફર દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે છે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે. ઈન્ડીગોના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોક્સનો વિકલ્પ છે.

પરંતુ સ્નેક્સ માટે પ્રી બુકિંગ જરૂરી છે. એયર ઇન્ડિયા મેન્યૂ- ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સમાં ગરમ ભોજન, ડ્રિન્સ્‌ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સમાં લાઇટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશલ મીલની સુવિધા નથી. સ્પાઇસ જેટ મેન્યૂ- ૧૩ સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.વિસ્ટારા મેન્યૂ- આગામી સપ્તાહથી મીલ સર્વિસ શરૂ થશે. પ્રીપેક્ડ મીલ અને બેવરેજનું ઓપ્શન મળશે.