દિલ્હી-

31 માર્ચ, 2020 સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જાેડી દેવામાં આવશે. નાણામંત્રી ર્નિમલા સીતારામણે તમામ બેંકોને આ આદેશ આપ્યાં છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે, જે ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાની જરૂરત છે, તેમણે પણ આગામી 31 માર્ચ સુધી પાન સાથે લિંક કરવાનું કામ પુરુ થઈ જવું જાેઈએ. 

ઈન્ડિયન બેંક એસોસિએશન સાથે વચ્ર્યૂઅલ બેઠકમાં નાણામંત્રીએ કહ્યું કે, હજુ પણ એવા અનેક ખાતાઓ છે, જે આધાર સાથે લિંક નથી થયા. બેઠકમાં હાજર બેંકોના વરિષ્ઠ અધિકારીઓને સીતારમણે કહ્યું કે, હવે બેંકોએ નક્કી કરવું જાેઈએ કે આગામી 31 માર્ચ સુધી બેંકોના તમામ ખાતાઓ આધાર સાથે લિંક થવા જાેઈએ. જરૂરિયાત જણાતા ખાતાઓને પાન સાથે લિંક કરવાનું કામ પણ આજ મુદ્દતમાં પુરુ કરી લેવું જાેઈએ.

નાણામંત્રીએ કહ્યું કે, બેંકોએ રોકડ ચૂકવણીની જગ્યાએ પોતાના ગ્રાહકોને ડિજિટલ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવા જાેઈએ. બેંકોએ ડિજિટલ ચૂકવણીની ટેક્નિક અપનાવવી જાેઈએ અને યુપીઆઇથી ચૂકવણી સાથે તમામ ઉપાયોને ઉપયોગમાં લેવા જાેઈએ.