અમદાવાદ-

આયુર્વેદિક ડોકટરોને આંખ, નાક , કાન અને ગળા સહિત 58 પ્રકારની સર્જરી માટે નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે હવે ઈન્ટર્ન ડોકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવા માટે માંગણી કરી છે. સ્ટાઇપેન્ડ વધારી આઓવ માંગણી કરી છે અને આ માંગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજયના તમામ ઈન્ટર્ન ડોકટરો આવતીકાલ સોમવારથી તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે. ઈન્ટર્ન ડોક્ટરોનું રૂ. 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચુકવવામાં આવે * એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડોકટરોને બોન્ડ સમયગાળામાં 1:1 ગણી ઈન્ટર્નશિપ પુરી થયે તમામને બોન્ડમુક્ત ગણવા આજદિન સુધી કોરોનામાં જે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડોકટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ. 1000નું મહેનતાણું આપવામાં આવે   દિલ્લી સરકાર મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડોકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપે છે. AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન રૂ. 500 આપે છે ત્યારે ઉપરોક્ત માગણીઓને સરકાર હકારાત્મક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજુઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી તેઓની ત્રણ માંગણીઓ નહિ સ્વીકારાય તો આવતીકાલ સોમવારથી તમામ સરકારી, GMERS અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતરી જશે.