અમદાવાદ-

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પતંગ ઉત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના તમામ પતંગોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાપેલી કોરોના મહામારીને કારણે આ નિર્ણય લેવામાં લેવાયો છે.રાજ્યમાં સરકારના નિર્ણયને લઈને હવે તમામ જિલ્લાઓમાં પતંગોત્સવનું આયોજન નહિ કરવામાં આવે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પણ નહિ યોજાય.

આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. તો સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે પણ ચર્ચા કરાઈ હતી. સરકારની વિવિધ યોજનાઓ અંગે કેબિનેટમાં વાતચીત કરાઈ હતી. આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જેને લઈને રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.