અમદાવાદ-

યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. યુસુફ પઠાણે તેની કારકિર્દીમાં 57 વનડે અને 22 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય યુસુફે આઈપીએલમાં 174 મેચ રમી હતી. યુસુફ પઠાણે 2007 ની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ડેબ્યૂ મેચમાં ટીમ વર્લ્ડ ચેમ્પિયન પણ બની હતી. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર હતુ જ્યારે કોઈ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆત કરી હોય અને ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હોય. નિવૃત્તિ લેતી વખતે યુસુફ પઠાણે લખ્યું કે, 'હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમ, કોચ અને સમગ્ર દેશનો દિલથી સમર્થન અને પ્રેમ આપવા માટે આભાર માનું છું.