દાહોદ તા.૨૬ 

દાહોદથી સુરત જતી તમામ એસ.ટી.બસોને ૧૦ દિવસ માટે સ્થગિત કરાઈ હોવાનું જાણવા મળે છે. દાહોદ ડેપોમાં આ દશ દિવસના સમયગાળા દરમ્યાન તમામ બસોને સેનેટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતા જિલ્લાવાસીઓ, આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. આવા સમયે દાહોદ થી સુરત જતી તમામ એસ.ટી.બસોને ૧૦ દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય સાથે આ દશ દિવસો દરમ્યાન દાહોદ ડેપોમાં તમામ બસોને સેનેટરાઈઝ કરવામાં આવનાર છે. હાલ દાહોદ બસ સ્ટેશને આવતા જતાં તમામ મુસાફરોને સ્વાસ્થ્યને ધ્યાને રાખી સેનેટરાઈઝ, સ્ક્રીનીંગ સહિતની સુવિધાઓ પણ દાહોદ એસ.ટી.ડેપો દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.કર્મચારીઓ પણ આ કામગીરીમાં જાેડાયા છે. દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરોને કોઈ પ્રકારની અસુવિધા નો સામનો ન કરવો પડે તે માટે પણ સંપુર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે અને સાથે જ સોશીયલ ડિસ્ટન્ટ તેમજ માસ્કનો ફરજીયાત અમલ એસ.ટી.ડેપોના કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી રહી છે.