દિલ્હી-

ઉત્તર પ્રદેશના ૫ શહેરો લખનૌ, વારાણસી, કાનપુરનગર, પ્રયાગરાજ અને ગોરખપુરમાં હવે લોકડાઉન નહીં લાગુ પડે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આ ૫ શહેરોમાં લોકડાઉનના ર્નિણય પર રોક લગાવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે અનેક કેસ પેન્ડિંગ હોવાથી આ કેસની સુનાવણી હાઈકોર્ટને જ કરવા નિર્દેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે અલાહાબાદ હાઈકોર્ટના ર્નિણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે, અમે કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે અનેક પગલા ભર્યા છે, હજુ કેટલાક પગલા ભરવાના બાકી છે પરંતુ લોકડાઉન તેનો ઉકેલ નથી.યુપી સરકારની દલીલ છે કે, પ્રદેશમાં કોરોનાના કેસ વધ્યા છે અને કોરોનાને નિયંત્રણમાં લેવા આકરા પગલા જરૂરી છે. સરકારે અનેક પગલા ભર્યા છે અને ભવિષ્યમાં પણ આકરા ર્નિણયો લેવામાં આવશે, જીવન બચાવવાની સાથે ગરીબોની આજીવિકા પણ બચાવવાની છે. આ સંજાેગોમાં હાલ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય. લોકો સ્વયંભૂ કેટલીક જગ્યા બંધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપ વચ્ચે અલાહાબાદ હાઈકોર્ટે યુપીના ૫ શહેરોમાં લોકડાઉન લગાવવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે વારાણસી, કાનપુરનગર, ગોરખપુર, લખનૌ અને પ્રયાગરાજમાં ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લગાવવા આદેશ આપ્યો હતો.અલાહાબાદ હાઈકોર્ટે ગઈકાલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય સમાજમાં જાે જન સ્વાસ્થ્ય પ્રણાલી પડકારોનો સામનો ન કરી શકે અને દવાના અભાવમાં લોકો મરે છે તો તેનો અર્થ સમુચિત વિકાસ નથી થયો તેવો થાય.