વડોદરા, તા.૩

વાસણા-તાંદલજા રોડ સ્થિત સમર્પણ સોસાયટીના વિવાદમાં સમર્પણ સોસાયટીમાં જવાના બે રસ્તાઓ પૈકી વાસણા-તાંદલજા તરફનો ટીપી રોડ અને કોર્પોેરેશનાન રમત ગમતના મેદાન તરીકે છે તે જમીન પર લોકોને પ્રવેશતાં અટકાવવાના આશય સાથે લોખંડની ગ્રીલ ફીટ કરી જમની હડપવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીમાં રજૂઆત કરાઈ છે. આ સંદર્ભે સમર્પણ સોસાયટીમાં રહેતા વિનયકુમાર ચંદ્રકાન્ત શાહે સોસાયટીના જ ૧પ જેટલા રહીશો સામે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રસ્તો પાલિકાને ટીપી રોડ તરીકે બતાવ્યો છે અને ટીપી નકશા મુજબ કોર્પોેરેશને અનામત રાખેલ રમત ગમતના મેદાન તરીકે છે તે જમીનો છે. આ જમીનને ચારે બાજુ કોર્ડન કરી અંગત વપરાશ માટે મકાન જેવી રચના કરાઈ છે જ્યારે ટીપી રોડના મુખ્ય પ્રવેશદ્વાર પર લોખંડની ગ્રીલ લગાડી જમીન હડપી લેવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે.