વાઘોડિયા તા.૧૭ 

“વન નેશન - વન રેશન યોજના અંતર્ગત દેશનો કોઈપણ દ્ગહ્લજીછ રેશન કાર્ડ ઘારક રાજ્યમા કોઈ પણ જગ્યાએથી૧૫ જુન થી૨૪ જુન સુઘી માત્ર અંગુઠાની છાપ સાથે કોઈ એક ઓળખ પુરાવો રજુ કરી જૂન ૨૦૨૦મા વિનામુલ્યે અન્ન પુરવઠો સતત ત્રીજા મહિને સસ્તા અનાજની દુકાનેથી મેડવવા પાત્ર છે. તેવી જાહેરાત ગરીબોમાટેની સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી હતી. ત્યારે વ્યાજબી ભાવની દુકાન નં -૫૩૦૯ ગોરજ -૨ મા આવેલ જવેરપુરા ગામના સસ્તા અનાજના સંચાલક પરમાર જશોદાબેન રણજીતભાઈ સરકારી દુકાનમા ગેરરીતી આચરતા હોઈ તેવો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહિ અંગે માંગ કરતા જવેરપુરા, વલવા, ત્રિકમપુરા,ખોયા, રાવપુરા, રોઝીયાપુરાના ગ્રામજનોએ પુરતા પ્રમાણમા જથ્થો નહિ ગેરરિતી આચરતા હોનાનુ વાઘોડિયા મામલત ને અરજીઆપી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી, પુરવઠા વિભાગને તટસ્થ તપાસ સોંપવાની માંગ સાથે લજુદાજુદા ગામના લોકોએ મિડીયાની હાજરીમા મામલતદારને અરજી આપી હતી. ગ્રામજનો આક્ષેપ સાથેજણાવી રહ્યા છેકે તોલમાપની પાવતી પણ આપવામા આવતી નથી. અનાજપણ પુરતા પ્રમાણમા અપાતુ નથી, અંગુઠાની છાપના ગ્રાહક દિઠ ૧૦ રૂપીયા વસુલવામા આવે છે. કેટલાક લોકોને જથ્થો હોવા છતા ઘરમના ઘક્કા ખવડાવાય છે.. આ બાબતની ફરીઆદ અગાઊ પણ મામલતદારને કરવામા આવી હતી. પરંતુ કોઈ પણ જાતની આજદિન સુઘી તટસ્થ તપાસ કરવામા આવી નથી. ત્યારે સંચાલક વિરુઘ્‌ઘ મામલતદાર કચેરીએ ૭૦ કાર્ડ ઘારકોએ અરજી કરી હતી.

આભાર - નિહારીકા રવિયા