વાંસદા. તા.૨ 

છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં અખબારોના પાને ચમકતી વાંસદા પંથકની ખંભાલિયા ગ્રામ પંચાયત એક ગંભીર આક્ષેપો નો ભોગ બનાવ પામી છે. ગામના જાગૃક નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત માં રજુઆત કરવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે મહિલાઓ કાર્યરત છે પરંતુ દુઃખની વાત એ છે કે અનેક મહિલા સરપંચો ધરાવતી ગ્રામ પંચાયતોની અસંખ્ય ફરિયાદો ગ્રામજનો માં ઉઠવા પામી છે.ખંભાલિયા ગ્રામ પંચાયત પણ સમયાંતરે અખબારોના પાને વિવિધ આક્ષેપો સાથે ચમકતી રહી છે. કારણકે આ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહિલા સ્થાન શોભાવી રહ્યા છે.ગ્રામપંચાયતમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ વિકાસના કામો મામલે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવતી ગ્રાંટના ઉપયોગ ક્યાં કર્યો અને કઈ-કઈ કામગીરી હાથ ગામ ખાતે જુના પ્રશ્નો હલ થયા ના આક્ષેપો સાથે પંચાયત ની કામગીરી બાબતે ગામના જાગૃક નાગરિક દ્વારા તેમની સામે ગેરવહીવટ ના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરીયાદ કરવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સત્ય તો તપાસ બાદ જ બહાર આવી શકે છે.વધુ માં જિલ્લા વિકાસ અધિકારીને આક્ષેપોની સઘન તપાસ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે હવે જોઈએ હવે આગે આગે શું થાય છે એ તો બાદમાં જ માલુમ પડશે હાલ તો ખંભાલિયા ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયું છે.