ખેડા, આશરે સાત દાયકા પૂર્વ સહકારની ભાવના અને પશુપાલકોના આર્થિક ઉધ્ધાર માટે સાકાર થયેલ ધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધ દ્વારા આરડા શેષના નામે ઉધરાવાતા નાણાં મુદ્દે કરોડોનું રચાયેલ કૌભાંડ ઉજાગર થતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરી હવાતિયાં મારતા હોવાની લાગણી વ્યક્ત થવા પામી છે. જ્યારે આ મુદ્દે તપાસ હાથ ધરતા વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર સાતદાયકા પૂર્વ સહકારની ભાવનાથી અને પશુપાલકોના આર્થિક ઉધ્ધારને લક્ષમાં લઇ ધી ખેડા દૂધ ઉત્પાદક સંધ અમૂલ સાકાર કરતાં તે સમયે બંધારણમાં દૂધ ઉત્પાદકની સુવિધા અંતર્ગત ૧૨ પૈસા લીટર દીઠ આરડા શેષના નામે લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેની પાછળ નો આશય પશુપાલકોને જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડવાનો હતો. જાેકે તે સમયે દૂધ પણ લીમીટેડ માત્રામાં ડેરી માં આવતું હતું. પરંતુ ડેરી નો વ્યાપ વધતા હાલમાં પ્રતિદિન લાખો લીટર દૂધ એકત્ર કરવામાં આવી રહ્યું છે.જેના પગલે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં આવતા હોય અગાઉ લાદવામાં આવેલ આરડા શેષને રદ કરવાના બદલે ડેરી સંચાલકો દ્વારા બાદમાં ૧૮ પૈસા અને વતૅમાનમા ૩૦ પૈસા સભાસદ પાસેથી લીટરે બારોબાર આરડા શેષના નામે ઉધરાવ્યા બાદ પશુપાલકો ને સુવિધા આપવામાં ધાંધીયા કરવામાં આવતા ઓડિટ દરમ્યાન ઉજાગર થતાં રાજ્ય ના સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત નું કૌભાંડ થયાનુ બહાર આવતા રિકવરી ના આદેશ કરવામાં આવ્યાં હતા. સંધના ડીરેકટર્સ પાસેથી વસૂલવાના કરવાના આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે અહેવાલ ઉજાગર થતાં આજે અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે લૂલો બચાવ કરતાં હોય તેમ આરડા ટ્રસ્ટ ના નામે લેવામાં આવતા શેષ થી પશુપાલકો ને પશુચિકિત્સા ધાસચારો જેવી સુવિધા આપવામાં આવતી હોવાના દાવા કયૉ હતા. જેની તપાસ હાથ ધરતા એક દૂધમંડળીના કર્મચારી ને પૃચ્છા કરતાં ચેરમેન ના બચાવને બાલિશતા જણાવી ડો.કુરિયન ના જન્મદિનની ઉજવણી પાછળ કરોડોના આધણ કરવામાં આવે અને ડેરીના આદ્યસ્થાપકના જન્મદિનની ઉજવણી ને સાદાઈ થી ઉજવાય નો ભેદભાવ કેમ?બીજું કે ચરોતર પંથકમાં દુષ્કાળ ની કદી સ્થીતી સજૉતી નથી તો ધાસચારો કોને આપવામાં આવે છે?પશુ ના આરોગ્ય ની ચિકિત્સા મુદ્દે વિઝીટ પર આવતા તબીબ કચકચાવીને ફી વસુલતા હોય છે. તો આરડા ની સુવિધા કયા?જેતે સમયે લીમીટેડ સભ્ય સંધમા હતા તેના પગલે દૂધ પણ ઓછું એકત્રીકરણ થતું હતું જેથી પશુપાલકો ની સુવિધા અંતર્ગત આરડા ટ્રસ્ટ દ્વારા બાર પૈસા શેષ લેવામાં આવતો હોય વતૅમાનમા લાખો લીટર દૂધનું એકત્રીકરણ થાય છે અને છલાખ ઉપરાંત સભાસદો છે તો શેષ નાબૂદ કરવો જાેઈએ કે વધારો કરી સભાસદ ની જાણ બહાર બારોબાર વસુલવા પાછળ કારણ શું?અમૂલ કે જીસીએમએમએફ દ્વારા વર્ષ ના અંતે ટનૅઓવરના આકડા જાહેર થાય પરંતુ નફાતોટાના હિસાબ કેમ જાહેર કરવામાં આવતા નથી?જેવા સવાલ ઉઠતા ચેરમેન ના સમગ્ર મામલે લૂલો બચાવ સામે વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યું છે. નવાઈ ની વાત એછેકે જાે આરડા ટ્રસ્ટ ના નામે બારોબાર શેષ પશુપાલકો ની સુવિધા ઉભી કરવા વસુલાતો હોય તો દોઢવર્ષ પૂર્વ પંથકમાં દોઢસો ઉપરાંત દૂધાળા પશુ અમૂલના દાણથી મૃત થયા તો સહાય કેમ આપવામાં આવી નહીં જેવા સવાલ પણ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.

અગાઉ ચારસો કરોડોના ચીઝ કૌભાંડ મુદ્દે ઢાકપીછોડાના ખેલ

ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધના આરડા ટ્રસ્ટના નેજા હેઠળ બારોબાર દૂધ ઉત્પાદક સભાસદ પાસેથી શેષના બહાને સુવિધા મુદ્દે પ્રતિલીટરે ૩૦પૈસા વસુલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતાં રાજ્ય સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત ના ગેરરીતી થી લેવાયેલ નાણાં બોડૅ ડીરેકટર્સ પાસેથી વસુલવા ના આદેશ કરતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરતાં અગાઉ વર્ષ ૨૦૧૫/૧૬ દરમ્યાન અમૂલના પૂર્વ એમ.ડી.દ્વારા ચારસો કરોડ ઉપરાંત નું ચીઝ કૌભાંડ આચયૉનો પર્દાફાશ અમૂલના જ તે સમયના વાઇસ ચેરમેન સહિત છ સભ્યો એ કરતાં તે સમયે એમ.ડી.ને તીનપાચ ચંબૂ આપી સમગ્ર મામલે ઢાકપીછોડા કરવાના ખેલ રચાયા હતા. જે મુદ્દે સરકાર સુધી રજૂઆત કરવા છતાં અમૂલ ચેરમેન ભાજપમાં જાેડાતા સરકારે પણ મામલાને અભરાઇએ ચઢાવી દીધો હતો. જેના પગલે વતૅમાનમા શેષના નામે કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં ચીઝ કૌભાંડ ની ચર્ચા ઉઠવા પામી નું જાણવા મળેલ છે