વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની વર્તમાન શાસકોની અંતિમ ત્રણ સામાન્ય સભાઓ એક સાથે યોજાઈ હતી. આ સામાન્ય સભામાં શૈક્ષણિક સંસ્થાઓને લગતી બે દરખાસ્તોને મુલતવી રાખવામાં આવી હતી. જેમાં એક દરખાસ્ત શહેરની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓને ૯૯ વર્ષનો ભાડાપટ્ટો લંબાવવાની વાત હતી. જ્યારે બીજી દરખાસ્ત શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવાની વાત હતી. જ્યાં સુધી શહેરની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓને ૯૯ વર્ષનો ભાડાપટ્ટો લંબાવવાની વાત હતી. ત્યાં સુધી આ બાબતમાં આરએસપીના નેતા અને પાલિકાના કાઉન્સિલર રાજેશ આયરેએ સમગ્ર બાબતને મતદાન પર મુકવાની માગ કરી હતી. જે મતદાન માટેની બાબતમાં કોંગ્રેસ દ્વારા સુધારો સુચવીને સ્વ.ડો .ઠાકોરભાઈ પટેલની સંસ્થા પાસેની વસુલાતને માટે સુધારો સૂચવ્યો હતો. તેમજ ત્યારબાદ એ સુધારા સાથે મતદાન કરવાને માટે જણાવ્યું હતું. પરંતુ મતદાન બહુમતીના જાેરે શાસક પક્ષની તરફેણમાં જ આવ્યું હતું. તેમ છતાં પાલિકાના શાસકો દ્વારા શહેરની ખાનગી શાળાઓના સંચાલકોને ભાડાપટ્ટો લંબાવવાના મામલે નવો ધડાકો થયો છે. જેમાં કોંગ્રેસે એક સંસ્થાને માફ કરવા કરેલ માગ પાછળ વાઘોડિયા સ્થિત ખાનગી ધંધાદારી શૈક્ષણિક સંસ્થાને હસ્તગત કરવાનો તખ્તો ઘડાયો હોવાનો સનસનીખેજ પર્દાફાશ આરએસપીના રાજેશ આયરેએ કર્યો છે. કોંગ્રેસ દ્વારા ત્રણ ત્રણ પૈકી માત્ર એકજ શૈક્ષણિક સંસ્થાને તરફદારી કરતા પાટીદાર લોબી વચ્ચે અંદરો અંદર રંધાયાનો પર્દાફાશ કરાયો છે. તેઓએ લોકસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડો.ઠાકોરભાઈ પટેલની શૈક્ષણિક સંસ્થાઓને રાહત આપવાની માગ કરવામાં આવી છે. એ સંસ્થાઓને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું પીઠબળ ધરાવતી માલેતુજાર શૈક્ષણિક સંસ્થા હસ્તગત કરવા જઈ રહી છે. આ સંસ્થા જાે વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીને પાછલે દરવાજે પધરાવી દેવાની જે ચાલ ચાલવામાં આવી રહી છે. એને કદીયે સફળ બનાવવા દેવામાં આવશે નહિ. જાે આમ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો પોતે આક્રમકઃ લડત આપશે એવી ચીમકી રાજેશ આયરેએ ઉચ્ચારી છે. આ સોનાની લગડી જેવી જમીનને લાંબા ભાડાપટ્ટે મેળવીને શહેર વિસ્તારમાં આખું સંકુલ વિકસાવવાની જે હિલચાલ ચાલી રહી છે. આ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓમાં બદલાવને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ આ બાબતમાં ભાજપ -કોંગ્રેસની સહિયારી રમત હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસને મહારાણી સંસ્થા બહેનોને મફતમાં ભણાવે છે એવું જ્ઞાન ૧૫ વર્ષે રાતોરાત કેવી રીતે લાધ્યું? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. ભવન્સ સ્કૂલથી માંડીને મોટી મોટી કરોડોની જમીનો આવી રીતે આપી દેવામાં આવી છે. કોંગ્રેસના જુના જાેગીઓએ શૈક્ષણિક હેતુસર શાળાઓને જમીન આપી હતી. હવે એને ધંધાદારીઓના હાથમાં આપી દેવાનો કારસો રચાયો હતો.એને કદી અમે સફળ થવા દઇશુ નહિ એવો હુંકાર રાજેશ આયરેએ કર્યો હતો.